મોરબીના શનાળા બાયપાસ વાવડી ચોકડી પાસે બોલેરોમાં કતલખાને લઇ જવાતા બે અબોલ જીવને બચાવી લઈને ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસ મથકમાં સોપતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
વહેલી સવારે મોરબી શનાળા બાયપાસ પાસેથી બોલેરો પીકઅપમાં બે અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને વાવડી ચોકડી પાસેથી બોલેરો પીકઅપ ગાડીને રોકાવીને ચેક કરતા બે ભેંસ મળી આવી હતી જેથી બોલેરો અને અબોલ જીવ સહિતનો મુદામાલ એ ડીવીઝન પોલીસ મથકને સોપી દીધો હતો અને પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં ગૌરક્ષક ટીમના કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કણઝારીયા, પાર્થભાઈ નેસડીયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલ, લાલભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જેકી ભાઈ આહીર, નીલેશભાઈ ડાંગર, સહિતના જોડાયા હતા.
