ટંકારા તાલુકાના લજાઈ ગામે જીઆઇડીસી વિસ્તારમાં ગતરાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડવામાં આવેલ દરોડામાં એસએમસીએ ગોડાઉનમાંથી વિદેશી દારૂની 2147 બોટલ કબજે કરી ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાની શખ્સ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતરાત્રીના સમયે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભરડીયા ૨૫ડ ઉપર આવેલ જીઆઈડીસીમાં સંકલ્પ ગોડાઉનમાં દરોડો પાડી રૂપિયા 11,81,414ની કિંમતનો વિદેશી દારૂનો 2147 બોટલ દારૂ કબ્જે કરી ગોડાઉન માલિકની શોધખોળ કરી ભાડાકરારને આધારે ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાનના વતની કમલેશકુમાર હનુમાનરામ નામના શખ્સ, દારૂનો જથ્થો મોકલનાર અને લેનાર તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

