મોરબી : આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ગરિમાસભર ઉજવણી થનાર છે. ત્યારે દેશની રાજધાની દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થનાર હોય એમાં ટેબલો એટલે ગુજરાતની ઝાંખી રજૂ થનાર છે. આ અંગે ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, અગાઉ બે વખત દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ઝાંખી રજુઆત કરવામાં ગુજરાતનો નંબર આવ્યો છે. ત્યારે દરેક ગુજરાતીને ત્રીજી વખત આ મોકો મળનાર છે. જેમાં દિલ્લી ખાતે પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતની ઝાંખી પ્રસ્તુત થનાર હોય એની લિંકમાં દરેક ગુજરાતીને વોટીંગ કરવાની અપીલ કરી છે.