મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, વાંકાનેર વિભાગ, વાંકાનેરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર ડી.વી. ખરાડી તથા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. મોમજીભાઈ રામજીભાઇ ચૌહાણ તથા લોકરક્ષક પીયુષભાઇ દામજીભાઇ શ્રીમાળી નાઈટ રાઉન્ડમાં હતા. તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ (રહે.રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી મુળ. કુવાડવા તા.જી.રાજકોટ) વાળો પોતાના ઘરેથી કોઇ ને કહ્યા વગર નીકળી ગયેલ હતા. જેથી તેના પરીવારનો સંપર્ક કરી તેના પરીવાર સાથે સુ:ખદ મીલન કરાવ્યું હતું. આ રીતે પોલીસ પ્રજાનો મિત્રનું સુત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.
