મોરબીના લાલપર ગામે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મનોમન લાગી આવતા 23 વર્ષીય દિકરીએ દુપટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ રહેતા તૈયબભાઈ મામદભાઈ સુમરાની પુત્રી મુશ્કાન ઉ.23 નામની યુવતીને તેની માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા મુશ્કાનને મનોમન લાગી આવતા ઘરમાં દુપટા વડે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.