મોરબી એલસીબી ટીમે આજે હળવદના મયુરનગર ગામ પાસેની એક વાડીમાં દરોડો પાડી રૂ.7.91 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો છે. જો કે આરોપી ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મયુરનગર ગામના પાદરમાં આવેલી સીમમાં આજે એલસીબીની ટિમ ત્રાટકી હતી. અહીંથી રૂ.7.65 લાખની કિંમતની વિદેશી દારૂની 938 બોટલ અને રૂ.25 હજારની કિંમતના 264 બિયરના ટીન મળી કુલ રૂ.7.91 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ આ જથ્થો કબ્જે કરી હળવદ પોલીસ મથકે ભાનુભાઇ ઉર્ફે કાળુભાઈ ચંદુભાઈ ડાંગર રહે,મયુરનગર (વાટાવદર)વાળા સામે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
