મોરબી : ઉત્તર પ્રદેશમાં અત્યારે ચાલી રહેલો મહાકુંભ મેળો દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત થયો છે. આ મેળા લાખોની જનમેદની ઉમટી પડી છે. જેથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે . આથી મોરબીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ કુંભમેળો ધાર્મિક અને આધ્યાત્મિકતાની સાથે પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો હોવાનું કહી આ પ્રગતિ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.
મોરબીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી જતીન ફૂલતરિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં ભવ્યતિ ભવ્ય મહાકુંભ મેળો ચાલી રહ્યો છે.આથી દેશ વિદેશમાંથી લાખોની જનમેદની ઉમટી પડતા ભારતના પ્રવાસન ક્ષેત્ર પર તેજીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પ્રવાસન ક્ષેત્રમા દેશના કરોડો લોકો જોડાયેલા હોય છે. ટ્રેન, બસ, ફ્લાઇટ હોય કે ટેક્સી હોય આની સાથે જોડાયેલા તમામ લોકોને અન્યારે રોજગાર વધ્યો છે. આશરે ₹25,000 કરોડના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહા કુંભમાં રોકાણ કરવામાં આવ્યું છે. આજે આપણા મોરબી શહેર માં હજારો લોકો મહા કુંભમાં જઈ રહ્યા છે ત્યારે મોરબીમાં રહેલા ટ્રાવેલ એજન્ટો પણ સારું એવું બુકિંગ મેળવી રહ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલેથી જ પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે.
