મોરબી: પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જુના નસીતપર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ, સરપંચ કુંડારીયા રમેશભાઈ, તલાટી ભોરણીયા કાજલબેન, ગામના અગ્રણીઓ, ગ્રામજનો તેમજ વાલીશ્રીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક શાળા દ્વારા દીકરીને સલામ દેશને નામ આ સૂચિને સાર્થક કરવા માટે ગામમાં સૌથી વધારે ભણેલ દીકરીના હાથે ધ્વજવંદન અને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શાળા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશએ આભાર વ્યક્ત કર્યો હતો.

