Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaખાખરેચીમાં સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રા.શાળામાં 76માં પ્રજાસતાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી

ખાખરેચીમાં સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રા.શાળામાં 76માં પ્રજાસતાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી

માળીયા તાલુકાના ખાખરેચી ગામે  ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા. શાળા અને કન્યા પ્રા. શાળાના સયુંકત ઉપક્રમે 76 મા પ્રજાસતાક દિનની ઉજવણી અંતર્ગત  વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ આઝાદી અપાવનાર શહીદો અને સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનમૂલ્યોની વાત કરી હતી.અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતીય બંધારણ વિશ્વમાં  મોખરાનું સ્થાન ધરાવે છે તે સમગ્ર ભારતવાસીઓનું ગૌરવ છે.અને ઇનામ વિતરણના દાતા અને અન્ય દાતાઓને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓએ શહીદ ભગતસિંહ અને બેટી બચાવો, બેટી પઢાવો પર પોતાના વિચારો રજુ કર્યા, પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, એકપાત્રિય અભિનયો અને પિરામિડ જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.

આ તકે સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં યોજાયેલ  સહભ્યાસિક પ્રવુતિમાં વક્તૃત્વ સ્પર્ધા, શિક્ષક દિન, મહેંદી સ્પર્ધા,નવરાત્રી ઉત્સવ જેવી જુદી જુદી સ્પર્ધામા પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને  તથા પ્રાથમિક શાળામાં  જ્ઞાન સેતુ અને વાર્તા લેખનમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને દાતા સરપંચશ્રી,વનીતાબેન દિનેશભાઇ પારજીયા દ્વારા ફોલ્ડર ફાઈલ અને પેડ જેવા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય, અભિનય રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓને મહેમાનો અને ગ્રામજનો દ્વારા રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રીય પર્વને ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા, ખાખરેચી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, સહકારી મંડળીના પ્રમુખ અશોકભાઈ બાપોદરિયા, ઉપસરપંચ મેહુલભાઈ મેવાડા,પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, તમામ શાળાના આચાર્યઓ તથા શિક્ષકગણ, આંગણવાડી અને  ગ્રામજનોની હાજરીમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક  ઉજવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments