મોરબી ખાતે છેલ્લા આઠ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની રપ૧ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટે દર વર્ષની જેમ આ વર્ષે નવમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આગામી ૨૩/૦૨/૨૦૨૫ ના રોજ આયોજન કર્યું છે.
જેમાં ર૮ ગરીબ કન્યાઓના લગ્નો નિર્ધારિત થયા છે. જેમાં આર્થિક સહયોગ આપી કન્યા દાનનું પુણ્ય મેળવવા દાતાઓને આહ્વાન કરવામાં આવ્યું છે. આ દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(પ) હેઠળ કર મુક્ત રહશે. આ માટે ડો.પરેશ પારીઆ-પ્રમુખ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મો.નં. ૮૭૩૨૯૧૮૧૮૩નો સંપર્ક ક૨વા યાદીમાં જણાવાયું છે.