Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી

“ કુંભ મેળો એ દેશની સામાજિક સમરસતા માટેનું ઉત્તમ ઉદાહરણ “ જિતેન્દ્રભાઈ વિરામગામા (જિલ્લા બૌધિક પ્રમુખ RSS).

મોરબી : 76માં ગણતંત્ર દિવસની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા યાદગાર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના બંને યુનિટમાં ધ્વજ વંદન કરવાં આવ્યું જેમાં RSS ના જિલ્લા બૌધિક પ્રમુખ જિતેન્દ્રભાઈ વિરમગામાના હસ્તે વિરપર બ્રાન્ચ તથા મોરબી બ્રાન્ચ પર એક્સ આર્મી મેન મજબૂતસિંહ ઝાલાના હસ્તે ધ્વજને સલામી આપવામાં આવી હતી..

ભારતમાતા પૂજન તથા ભારતમાતાની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. NCC બોયઝ બટાલિયન તથા ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. દેશભક્તિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા. જેમાં કે.જી. થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહગાન, ડાન્સ, ડ્રામા, વકતૃત્વ જેવા કાર્યકમો રજૂ થયા હતા. જેનો મુખ્ય વિષય દેશભકિત, પર્યાવરણ જાગૃતિ, નાગરિક તરીકે આપનું કર્તવ્ય, સ્વદેશી જાગરણ, સામાજિક એકતા તેમજ સમરસતા, પારિવારિક ભાવના જળવાઈ રહે જેનું નિરૂપણ થયું. સાથે સાથે ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સિલ્ડ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જાહેર પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને નવાજવામાં આવ્યા. પ્રાસંગિક પ્રવચનમાં જિતેન્દ્રભાઈ વિરમગામાએ જણાવ્યું કે આઝાદી મેળવવા માટે ઘણા લોકોના બલિદાન હતા. તેને આપણે જાળવી રાખવાની છે. આપણાં દેશના ગૌરવમય ઇતિહાસને યાદ રાખવાનો, જેને અંગ્રેજોએ ઇતિહાસમાં સ્થાન નથી આપ્યું એને યાદ રાખવાનો છે. મજબૂજસિંહ ઝાલાએ પોતાના આર્મીના અનુભાવો કહ્યા અને વિદ્યાર્થીઓને આર્મી જેવી શિસ્ત પોતાના જીવનમાં ઉતારવા આહ્વાન કરેલ. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પોતાના પ્રવચનમાં સંઘને સંસ્કાર ઘડતર કરતી ઉત્તમ સંસ્થા ગણાવી અને બાળકોને પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે સંઘમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સર્વે કાર્યક્રમો સરકારની ગાઈડલાઇન મુજબ ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ દરેકનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments