મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ફ્લોરા-158માં આજે પ્રજાસતાક પર્વ નિમિતે સવારમાં ધ્વજવંદનના કાર્યક્રમનું રંગારંગ આયોજન થયું હતું. જેમાં ધ્વજ વંદનના કાર્યક્રમ વહેલી સવારે ફ્લોરા 158માં રહેતા તમામ રહેવાસીનું સમુહ ચંદનનું પણ આયોજન રાખેલ હતું. જેમાં ફ્લોરા 158ના તમામ સભ્યો સાથે મળીને સવારનો નાસ્તો કર્યો હતો. ધ્વજ વંદનના કાર્યક્રમમાં ફ્લોરા 158 નાાના મોટા બાળકોએ દેશભક્તિ આધારિત સ્પીચ આપી અને દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યારબાદ રમત ગમત રમવાનું પણ આયોજન રાખેલ હતું. નાના બાળકો થી લઈને વડીલો સુધીની તમામ લોકો રમત ગમત માં ભાગ લીધો હતો અને રમત ગમત માં વિજેતા થનાર ને પારિતોષિકથી સન્માનિત કરવા માં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ફ્લોરા-158 પ્રમુખ નિમેષ જીવાણી તથા કમિટી મેમ્બરએ ભારે જહેમત ઉઠાવી હતી.


