શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓને તેમના પ્રમુખપદ તરીકેના કાર્યકાળ દરમિયાન દરેક સમાજને લગતા અનેક સેવાકાર્યો કરેલ હતા. કોરોના કાળ દરમિયાન વિવિધ સેવા કરી હતી. સમાજમાં એકતા યાત્રા, SMA ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ જાડેજા નામના બાળકને મોરબી જિલ્લામાંથી 1 કરોડથી વધુ રકમ એકત્રિત કરવી, સમાજને સંગઠીત કરવા અનેક કાર્યક્રમો, મિટિંગો યોજી હતી.
ત્યારે આજે દેવેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે શ્રી રાજપૂત કરણી સેના, સામાજીક-રાજકીય આગેવાનો, તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મોબાઈલ નંબર 98257 21212 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મોરબી ડેઈલી ટીમ પરિવાર તરફથી પણ દેવેન્દ્રસિંહ જાડેજાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ.
