મોરબી: શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં આજરોજ ૭૬ માં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી રીનાબેન શામજીભાઈ પાંચોટિયા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની બે કૃતિ વિધાર્થીઓએ રજુ કરી હતી.
આ કાર્યક્રમમાં ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું અમરનગર ગ્રામ પંચાયત દ્વારા સન્માનપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરપંચશ્રી તથા ગ્રામના વાલીઓ , એસ એમ સી સમિતિ ના સભ્યોએ હાજરી આપી હતી. ગામના રવિભાઈ છત્રોલા, બેચરબાપા તરફથી વિવિધ પ્રકારના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.ભાનુબેન નરભેરામભાઇ કોરડીયા પુણ્યતિથિ નિમિતે યદુનંદન ગૌ શાળાની મુલાકાત લઈ વડીલો ને સવાર નો નાસ્તો કરાવ્યો અને ગાયો ને લીલું ઘાસ દાન આપ્યું.દાતાઓ તરફથી દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા અને શાળા પરિવારે તમામ લોકોનો આભાર માની કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
