ટંકારાની લજાઈ જીઆઈડીસીમા સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામા વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયા બાદ ટંકારા પોલીસ સતર્ક બની સીસીટીવી તેમજ મજૂરોની નોંધણી નહિ કરાવનાર ઉદ્યોગકારો અને ગોડાઉન સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઈકાલે લજાઈ જીઆઈડીસીમાં ગોડાઉન ધરાવતા મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા રમેશ દેવરાજ પરમાર વિરુદ્ધ પોતાના ગોડાઉનમાં સીસીટીવી નહિ લગાવવા મામલે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.