કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા કમિશ્નરને લેખિતમાં રજુઆત
મોરબી : મોરબીમાં લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મહાનગરપાલિકા કમિશ્નર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે એ ખૂબ જ સારી વાત છે પણ ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓને તેમજ લારી ગલ્લાવાળાઓને લોન આપે છે. આત્મનિર્ભર થવા માટે એવા ઘણા લોન લીધેલા ધંધાવાળા મોરબીની અંદર લારી લઈને બેઠા હતા જેને હટાવવામાં આવ્યા છે. તો હાલ એમની પરિસ્થિતિ સરકાર દ્વારા આપવામાં આવેલ લોન ભરી શકે તેમ નથી ધંધો બંધ હોવાથી તાત્કાલિકના ધોરણે મોરબી શહેરની અંદર મોરબી મહાનગરપાલિકા દ્વારા એમને અમુક જગ્યાઓ ફાળવવા માંગ કરાઈ છે.
