76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા તેમજ મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં મોટીબરાર ગ્રામ પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સાથે મોટીબરાર ગામના ઉપસરપંચ સહદેવસિંહ જાડેજા તરફથી આંગણવાડી અને પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા બોક્સની ભેટ આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે શ્રવણભાઈ હુંબલ દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.


