મોરબી: સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા તા.24, 25 અને 26 જાન્યુઆરીએ “સરહદ કો પ્રણામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રતિભાગીઓએ મોરબીના સીમાવર્તી ગામોમાં તે ગ્રામજનો સાથે ત્યાં પ્રવાસ કર્યો હતો. અને ગામોની અનુભતી કરી અને 26મી જાન્યુઆરીએ સિમાવર્તી ગામોમાં ભારતમાતા પૂજન, તિરંગા યાત્રા અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.



