મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવેલ.જેમાં ધ્વજવંદન દિલીપભાઈ અગેચાણીયા (પૂર્વ પ્રમુખ મોરબી બાર એશોશીએશન) ના હસ્તે કરવામાં આવેલ.તે સાથે કાર્યક્રમમાં લાલજીભાઈ મહેતા (ગ્રાહક સુરક્ષા પ્રમુખ), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ-મોરબી નગરપાલિકા) કમલભાઈ દવે (સંયોજક VHP સુરેન્દ્રનગર વિભાગ ), ડૉ.પરેશભાઈ પારીઆ, ડૉ.હાર્દિકભાઈ જેસવાણી,અમુલભાઈ જોશી,મહિધરભાઈ દવે,હાર્દિકભાઈ ભટ્ટ,નરેશભાઈ રાઠોડ,ઘનશ્યામસિંહ ઝાલા, દિપેનભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ ભટ્ટ, પ્રફુલ્લાબેન કોટેચા તેમજ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ કાર્યક્રમમાં હાજર રહીને વિધાર્થીઓની અલગ અલગ કૃતિઓ નિહાળી હતી.
કાર્યક્રમમાં અવનવા દેશભક્તિ ગીત પર ડાન્સ રજુ કરાયા હતા.આજના સમયે સ્ત્રીઓએ સક્ષમ બનવું પડશે તે વાતને રજુ કરાઈ સાથે બાળગીત, મહાભારતની થીમ,રાજસ્થાની & સાઉથ ઇન્ડિયા થીમ અને ક્લચર ડાન્સ વિધાર્થીઓએ રજુ કરીને મહેમાનો અને પ્રેક્ષકોને મન મોહિત કરેલ હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિધાર્થીઓને રમતોત્સવના ઇનામ પણ આપવામાં આવેલ.શાળા પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતાએ આજના દિવસને શા માટે ઉજવવામાં આવે છે તેની વિધાર્થીઓને માહિતી આપી તેમજ શાળા સંચાલક શ્રી કૌશલભાઈએ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો,વાલીગણ તેમજ ભાગ લીધેલ તમામ વિધાર્થીનો આભાર વ્યક્ત કરેલ સાથે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકગણને પણ ધન્યવાદ પાઠવેલ.



