મોરબી : 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ તથા હળવદ પ્રખંડ દ્વારા ભારતમાતા પુજન, આરતી તેમજ સંવિધાન પૂજનના અલગ અલગ ચાર જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં વિહીપ, બજરંગદળ મોરબી જિલ્લા દ્વારા સરદાર પટેલ સાહેબની પ્રતિમા, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે મોરબી પ્રખંડ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમા, જેલ ચોક, લીલાપર રોડ ખાતે કાર્યક્રમ યોજાયો. આ ઉપરાંત મોરબી જિલ્લા દુર્ગાવાહીનીની દિકરીઓ દ્વારા ચાલતા શકિત સાધના કેન્દ્ર, ઉમા ટાઉનશીપ, સામા કાંઠે કાર્યક્રમ યોજાયો જેમાં દીકરીઓને સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી હતી અને દેશભક્તિ ગીતોનું ગાન કરાયું હતું. હળવદ પ્રખંડમા સરા ચોકડી ખાતે ભારતમાતા પુજન સાથે મહાઆરતી કરવામાં આવી હતી તથા સંવિધાન વિશે માહિતી આપવામાં આવી હતી.


