મોરબીના વાઘપર-સોખડા ગામેં 9 વર્ષની બાળકીનું ઝેરી દવા પીવાથી સારવાર દરમિયાન મોત નિપજતા તેના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.પોલીસની તપાસમાં આ બાળકીનું ભૂલથી ઝેરી દવા પીવાથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.
મોરબી તાલુકાના વાઘપર-સોખડા ગામની સીમમાં આવેલ મહેન્દ્રભાઈ જીવાભાઈની વાડીમાં રહેતા સવાભાઇ પરમારની 9 વર્ષની બાળકી સેજલે ગઈકાલના રોજ વાડીમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રાથમીક સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ગયા હતા. જે બાદ વધુ સારવાર માટે દાખલ કરતાં ત્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષની બાળકીનું ખેતરે ઝેરી દવા છાંટવાનું પાણી હોય એ પાણી શરતચુકથી પી જવાથી મોત નીપજ્યું હતું.