મોરબીના મણીમંદિર નજીક આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમા ગતરાત્રીના સમયે દારૂડિયો ચોરી કરવાને ઇરાદે ઘુસી ચોરી કરતો હતો તે વેળાએ જ મંદિરના પુજારીએ સતર્કતા અને હિંમત દાખવી આરોપીને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં મણીમંદિર પાસે આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં ગતરાત્રીના સમયે તસ્કર ઘુસી ગયો હતો અને મંદિરની દાનપેટીમાંથી રોકડા રૂપિયા કાઢતો હતો તે વેળાએ જ મંદિરના પૂજારી પરિસ્થિતિ પામી જતા હિંમત એકઠી કરી તસ્કરને પકડી લઈ પોલીસને હવાલે કર્યો હતો. વધુમાં ચોરી કરવા આવેલ શખ્સ દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું.
