મોરબી તાલુકાના બરવાળા ગામે બાકી વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે વીજ કર્મચારીઓને ફડાકા ઝીકી દેવામાં આવતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ નોંધાયો છે.
મોરબી તાલુકાના બરવાળા ગામે વીજ ગ્રાહક જીવણભાઈ દેવાભાઈના વીજ બીલના પૈસા ભરવાના બાકી હોવાથી આસિસ્ટન્ટ લાઈનમેન ફરિયાદી સંજયભાઈ કેશવજીભાઈ વિલપરા રહે.હરિઓમ પાર્ક, મોરબી તેમજ સાહેદ વિદ્યુત સહાયક કનુભાઈ મોધાભાઈ મનાત વીજ બિલ ભરી દેવા માટે કહેવા જતા વીજ ગ્રાહક હાજર ન હોય આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા ઘેર હાજર હોય ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સંજયભાઈને બે ત્રણ ફડાકા ઝીકી દઈ ફરજમાં રુકાવટ કરતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી