મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પહેલા ટંકારા બાદ મોરબીના શક્ત શનાળા નજીક ગોડાઉનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી લીધા બાદ શહેર અને જિલ્લા પોલીસ મકાન, ગોડાઉન ભાડે આપી પોલીસને જાણ નહિ કરવા મામલે તેમજ સીસીટીવી કેમેરા નહિ લગાવવા મામલે 25 અસામીઓ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
મોરબી જિલ્લામાં મિલકતો ભાડે આપવા, પરપ્રાંતીય શ્રમિકોની નોંધ રાખવા તેમજ સીસીટીવી કેમેરા અંગેનું જાહેરનામું અમલમાં હોવા છતાં અનેક અસામીઓ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી નહિ કરી કાયદાનો ભંગ કરેલ હોવાથી આવા કિસ્સામાં મોરબી તાલુકા પોલીસે 9, સીટી બી ડિવિઝન પોલીસે 6, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 3, વાંકાનેર સીટી પોલીસે 3, વાંકાનેર તાલુકા પોલીસે 1, હળવદ પોલીસે 2 અને ટંકારા પોલીસે 1 કિસ્સામાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.