મોરબી: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે અરજદારોના ખોવાયેલા ૩.૯૨ લાખની કિમતના ૨૦ મોબાઈલ શોધી કાઢી પરત સોપ્યા છે.
મોરબી તાલુકા પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી ટેકનીકલ વર્ક આઉટ કરી અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મેળવી છે અરજદારોના ખોવાયેલા સેમસંગ વન પ્લસ, ઓપો. વિવો, રીઅલમી સહિતની કંપનીના ૨૦ મોબાઈલ કીમત રૂ ૩,૯૨,૫૨૮ ના શોધી અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને સાર્થક કરી હતી. જે કામગીરીમાં તાલુકા પીઆઈ એસ કે ચારેલ, મહિલા પોલીસ શોભનાબેન શામજીભાઈ મેર અને તાલુકા પોલીસનો સ્ટાફ જોડાયેલ હતી.
