Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન અપગ્રેડેડ વર્ઝન સ્વાગત 2.0-સ્વયં સંચાલિત વૃદ્ધિ પદ્ધતિ...

મોરબી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન અપગ્રેડેડ વર્ઝન સ્વાગત 2.0-સ્વયં સંચાલિત વૃદ્ધિ પદ્ધતિ અમલમાં

રાજ્ય સરકારના રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ યોજાતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો તરફથી મળતી વિવિધ રજૂઆતો, પ્રશ્નો અને ફરિયાદોના ઉકેલ માટે સ્વાગત પોર્ટલ કાર્યરત છે  જેમાં અરજદારશ્રી દ્વારા મળેલ રૂબરૂ રજૂઆતો, રાઇટ ટુ સીએમઓ સિસ્ટમમાં ટપાલ દ્વારા મળેલ પ્રશ્નો, ઓનલાઈન એન્ટ્રી અને વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવેલ રૂબરૂ રજૂઆતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રીતે તમામ પ્રકારની રજુઆતોનું સચોટ અને ઝડપી રીતે નિરાકરણ થાય તે માટે સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન અપગ્રેડેડ વર્ઝન એટલે કે સ્વાગત ૨.૦ અને ઓટો એસ્કેલેશન મેટ્રીક્સ/સ્વયં સંચાલિત વૃદ્ધિ પદ્ધતિ અમલમાં મૂકાઇ છે. જે અનુસાર https://swagat.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન પદ્ધતિથી આ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. જ્યાં સુધી રજૂઆતોનું નિરાકરણ ન આવે તો જે-તે સંબંધિત અધિકારી અને તેમના ઉપરી અધિકારીને આ રજૂઆત ઓનલાઈન માધ્યમથી મોકલવામાં આવશે.

આ ઉપરાંત વિવિધ રજૂઆતોનું લેવલ જોતાં તેને ૬ અલગ અલગ લેવલમાં વિભાજીત કરવામાં આવી છે. આ સમગ્ર માળખું ઓનલાઈન અપડેટ કરવામાં પણ આવશે. વિવિધ રજૂઆતોને નિયમિતપણે જે-તે સંબંધિત વિભાગ અને અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ આ પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવેલ કામગીરીના ડોક્યુમેન્ટસ સુનિશ્ચિત સમય મર્યાદામાં પીડીએફ ફોર્મેટમાં ઓનલાઈન અપલોડ કરવાના રહે છે. અરજદાર પોતાના યુનિક આઈડી અને પાસવર્ડ વડે આ તમામ કામગીરી ઘરે બેઠા નિહાળી શકે છે. જો પીડીએફ ફોર્મેટમાં ડોક્યુમેન્ટસ અપલોડ ના થાય તો આ અરજીનો નિકાલ ગણાશે નહીં.

વિવિધ કચેરીઓ દ્વારા તેમને ત્યાં આવેલા પ્રશ્નો જે દિવસે વડી કચેરી અને મુખ્યમંત્રીના કાર્યાલય પર મોકલવામાં આવશે, ત્યાંથી તેનો પ્રથમ દિવસ ગણાશે. ત્યારબાદ સંબંધિત વિભાગના વડા મુખ્ય સચિવ/ અગ્ર સચિવ/ સચિવને પણ આ પ્રશ્નો ફોરવર્ડ કરી શકે છે. સંબંધિત અધિકારી અમુક કિસ્સામાં અને રેડ કેટેગરીના પ્રશ્નોમાં વચગાળાનો જવાબ અરજદારને મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ માટેના અગાઉના તમામ પરિપત્રો, ઠરાવો, શરતો અને વખતો-વખતની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રીતે લાગુ રહેશે. જેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments