હળવદના નવા ઘનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી ૬ કિલો ૮૯૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્રના બે ઈસમો માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવાની ફિરાકમાં છે જેની પાસે રહેલ બાઈક જીજે ૩ એફજે ૧૫૩૫ લઈને ગાંજાનો જથ્થો લઈને બંને નીકળવાના છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા-હળવદ રોડ પર નવા ઘનાળા પાટિયાથી નવા ઘનાળા ગામ જતા રસ્તા પરથી આરોપી અરુણ કાલુંસિંગ પટલે અને જાકેશ કાલુંસિંગ પટલે રહે બંને હાલ પ્રતાપગઢ તા. હળવદ વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી ગાંજો વજન ૬ કિલો ૮૯૦ ગ્રામ કીમત રૂ ૬૮,૯૦૦ એક મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને બાઈક કીમત રૂ ૨૦ હજાર મળીને કુલ રૂ ૯૩,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એસઓજી પીઆઈ એન આર મકવાણા, પીએસઆઈ કે આર કેસરિયા, ફારૂકભાઈ પટેલ, રસિકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજિયા, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મનસુખભાઈ દેગામડીયા, આશીફભાઈ રાઉંમાં, અંકુરભાઈ ચાંચુ, અશ્વિનભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી.

