જામકંડોરણાના કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા નાના જડેશ્વર મંદિરે સેવા કાર્યમાં આવ્યા હતા અને 9-1-2023ના રોજ તેઓ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. આ ગુમ થનાર વ્યક્તિ હાલ સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી હકીકત ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા હેડ કોન્સ્ટેબલ શાહિદભાઈ સીદીકી તથા કોન્સ્ટેબલ બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વગેરે સુરેન્દ્રનગર ખાતે તપાસ અર્થે ગયા હતા. જ્યાં ગુમ થનાર રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ અઘેડા સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતેથી મળી આવતા તેઓના મોટાભાઈ કાંતિભાઈ અઘેડાનો સંપર્ક કરી ટંકારા પોલીસ સ્ટેશને બોલાવી તેઓને સહીસલામત સોંપી આગળની કાર્યવાહી કરી હતી.
