મોરબી : ABVP મોરબી દ્વારા આર.ઓ.પટેલ કૉલેજ પાસે અસામાજિક તત્ત્વો દ્વારા બહેનો પર થતી અસામાજિક ધટના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટર કચેરી તથા એસ.પી ઓફિસ ખાતે આવેદન પાઠવવામાં આવ્યું.છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહેનોની સલામતી માટે કલેક્ટર કચેરી તથા એસ.પી ઓફિસ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને નજીકના સમયમાં છાત્રાલય રોડ પાસે અસામાજિક તત્ત્વો દ્વારા બહેનો પર થતી છેડતીની ધટના અત્યંત નિંદનીય છે જેનાં વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કન્યા શાળા તથા કૉલેજો પાસે પ્રવેશ તેમજ છૂટવાના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી અ.ભા.વિ.પ. મોરબી દ્વાર રજૂઆત કરવામાં આવી હતી.
