યુવા ઉધોગપતિ અને મોરબી સિરામિક એસોસીયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાનો આજે જન્મદિવસ છે. મુકેશભાઈનો જન્મ 28 જાન્યુઆરી 1975ના રોજ થયો હતો. મુકેશભાઈ હાલ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ પદે રહીને સિરામિકના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તેમજ સેગલ સિરામિકના ડીરેક્ટર છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સિરામિક ઉધોગપતિ, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે મોરબી ડેઈલી ન્યુઝ પરિવાર તરફથી મુકેશભાઈ કુંડારિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…
