મોરબીના યુવા ઉદ્યોગપતિ અને ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પુત્ર રવિભાઈ દેથરીયાનો આજે જન્મ દિવસ છે. નાનપણથી તેઓ પિતાના પગલે ચાલી સેવાકીય અને સામાજિક પ્રશ્નો ઉજાગર કરતા રહે છે હવે પિતા ધારાસભ્ય બન્યા બાદ પિતાની જેમ લોકોના પ્રશ્નોને સતત વાચા આપી લોકોના પ્રશ્નોને હલ કરવાની મથામણ કરે છે. પિતાના સદ વિચારોના તમામ સદગુણ આત્મસાત કરીને લોકોની વચ્ચે રહીને ખરા અર્થમાં પિતાની જેમ લોક નાયક બની ગયા છે. આવા સદગુણ ધરાવતા અને મિલનસાર સ્વભાવ ધરાવતા રવિભાઈના આજે જન્મદિવસે તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

