મોરબી: ટંકારાના જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ શહિદ થયા હતા. 18 વર્ષની સેવા દરમિયાન તેઓએ ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં પરેશ કુમાર સારેસાએ સેવા આપી હતી. તેઓ જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે ફરજ બજાવી રહ્યા હતા.
ત્યારે શહિદ આર્મી જવાન પરેશકુમાર સારેસાના પરિવારજનોને જામનગર ખાતે સેવાભાવી અજયભાઈ લોરીયાએ મળીને સાંત્વના પાઠવી હતી. અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયા દ્વારા 1 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન, પાટીદાર નવરાત્રિ મહોત્સવ આયોજન થકી અજયભાઈ લોરીયા અત્યાર સુધી 236થી વધુ શહિદ જવાનોના પરિવારજનોને સહાય અર્પણ કરી ચુક્યા છે.


