ગુજરાત ગેસના સ્ટાફે તુરંત દોડી જઇ યુદ્ધના ધોરણે રિપેરીગ કામ કરતા દુર્ઘટના સહેજમાં ટળી
મોરબી : મોરબીની રવાપર ચોકડીએ આજે બપોરના અરસામાં ગેસની પાઇપલાઇન લીકેજ થઈ જતા થોડી વાર માટે ભાગદોડ મચી ગઇ હતી. પણ ગુજરાત ગેસ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ રીપેરીંગ કામ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીની રવાપર ચોકડીએ રસ્તાના ચાલી રહેલા કામ દરમિયાન રવાપર ગ્રામ પંચાયતના બિલ્ડીંગ પાસે નીકળતી ગેસની પાઇપ લાઈન આજે બપોરે તૂટી જતા થોડો સમય માટે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. આથી ગુજરાત ગેસ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે આવી વાલ્વ બંધ કરી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.


