Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiએક શામ શહીદો કે નામ: ભુજના સ્મૃતિવન ખાતે 76માં પ્રજાસતાક દિવસની ઉજવણી

એક શામ શહીદો કે નામ: ભુજના સ્મૃતિવન ખાતે 76માં પ્રજાસતાક દિવસની ઉજવણી

કચ્છ મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ ૧૯૬૨,૧૯૬૫,૧૯૭૧ અને ૧૯૯૯ કારગીલ યુધ્ધ તેમજ આંતકવાદી સામે લડતા પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિર શહીદ જવાનો ને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં “એક શામ શહીદો કે નામ” ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છમાં થયેલ વિનાશક ભુકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતો ને સ્મરણાજલી અને ભારત માતા પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, ૭૬ માં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો લોક ગાયક ઉમેશ બારોટ, દેવાંગીબેન પટેલે રસ લહાણ પીરસી હતી જેમાં સંગીત અક્ષયજાની એન્ડ ગ્રુપે સહયોગ આપ્યો હતો.

“એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ માં ઉપસ્થિત સેના અને પ્રશસાનિક અધિકારી ગણ, ગણ માન્ય મહાનુભાવો, તા.પં. જી.પં. સદસ્ય તથા કાઉન્સિલર ભાઇઓ, બહેનો, સહ કાર્યકરો, પત્રકાર મિત્રો સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ સૌ નો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આજે પુરો દેશ વિર શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુરવીરો પ્રતિ નત મસ્તક છે. સાથે વિર શહીદો ના પરિવારો નો ઋણી છે. તેમની વીરતા નો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશપ્રેમ – દેશભક્તિ થી અવગત થશે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્ર સરકાર, રાજય સરકારો, સ્વતંત્રા સેનાની તેમના પરિવારજનો ને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. સાથે સાથે સેનાના આધુનિકરણ, સામાજીક ક્ષેત્ર ને મજબુતી આપવાની મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.  પ્રજાસતાક દિવસની ૨૬મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦ માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું આ દિવસે લોકોનો દેશ ભક્તિનો ઉત્સાહ સંપુર્ણ આવશ્યકતા માં પણ સમગ્ર દેશને એક સાથે લાવે છે. દીપ પ્રાગટ્ય બાદ બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ ભક્તિના ગીતો સાથે સાથે સેનાના વિર જવાનો, પોલીશ હોમગાર્ડસ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓ નું સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય ભુજ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય અંજાર ત્રિકમભાઇ છાંગા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભાજપ જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા ભુજ પ્રમુખ રશ્મિબેન સોલંકી, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઇ બારોટ, પારૂલબેન કારા, ભાજપ શહેર પ્રમુખ મિતભાઇ ઠક્કર, ઉપ પ્રમુખ રાહુલભાઇ ગોર, જીલ્લા યુવા પ્રમુખ તાપશ શાહ, અનંત સિંગ, પ્રકાશભાઇ પટેલ, પ્રકાશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, અરવિંદભાઇ લેઉવા, કિશોરભાઇ મહેશ્વરી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, અશોકભાઇ હાથી, મનીષાબેન સોલંકી, ધવલરાજ, રવિભાઇ ત્રવાડી રવિભાઇ નામોરી, નિલેષ દાફડા, વિરમભાઇ આહીર, મુકેશભાઇ ચંદે, તાલુકા પ્રમુખ કેવલ ગઢવી, બાલકૃષ્ણ મોતા વિગેરે હાજરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments