ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની હળવદ નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણુંક કરી છે. આ નિમણુંક સ્વીકારી આજથી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને ચૂંટણી લક્ષી કાર્યક્રમમાં કાર્યશીલ રહી પક્ષની કામગીરી વફાદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવે તેવી અપેક્ષા સાથે અભિનંદન પાઠવ્યા છે.
