મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળા ક્યારેય કોઈની પાસે ફાળો માંગતી ન હોવા છતાં ભેજા બાજ ગઠિયાઓએ મકરસંક્રાંતિએ ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી ડ્રોના નામે ફાળો ઉઘરાવી છેતરપિંડી કરતા મોરબીના યુવાને 9295ની ધોખાગડી મામલે યુપીઆઈ આઈડી ધરાવતા અલગ અલગ 12 આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ક્યારેય કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવતી ન હોવા છતાં મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે ભેજાબાજ ગઠિયાઓએ ગૌશાળાને ફાળો આપો અને ઈનામી ડ્રોમા ડમ્પર, જેસીબી, સ્કોર્પિયો સહિતના ઈનામો જીતવાની તકના નામે લોકોને લૂંટવા માટે કારસો રચી સોશિયલ મીડિયામાં ઈનામી ટિકિટોની જાહેરાત કરતા મોરબીના વિમલભાઈ જયસુખભાઈ ત્રિવેદી અને અન્ય સાહેદોએ ફાળાને નામે 9295 રૂપિયાની રકમ છેતરપિંડીથી યુપીઆઈ આઈડી મારફતે મેળવી લેતા આ કિસ્સામાં જયસુખભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ 12 યુપીઆઈ આઈડી ધારકો અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.