મોરબી – માળીયા હાઈવે ઉપર નાગડાવાસ ગામના પાટિયાથી રામપર પાટિયા વચ્ચે જીજે – 12 – બીએક્સ – 4858 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ચલાવી ટ્રક ડિવાઈડર ઉપર ચડાવી દઈ સામેથી આવી રહેલા જીજે – 36 -એ-7032 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક મેરામભાઈ ભાનુભાઈ કુવાડિયા રહે.પંચાસર રોડ મોરબી તેમજ સાહેદ રમેશભાઈ મેણંદભાઈ ચાવડાને ઈજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.