મોરબી : મોરબી જીલ્લાના હળવદ શહેરમા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ શિક્ષિત લોકો પાર્ટી સાથે જોડાય રહ્યા છે ત્યારે આજે આટલા વર્ષોથી હળવદમા ભાજપનું શાશન હોઈ છતા લોકો રોડ રસ્તા , ઉભરાતી ગટરો, પીવાના પાણી આવા ઘણા બધા પ્રશ્નોથી જનતા પીડાય રહી છે ત્યારે હળવદના શિક્ષિત એવા એડવોકેટ ધવલભાઈ તેમજ વેપાર સાથે સંકળાયેલા હર્ષભાઈ પંચોલી આ બને ઉમેદવારે બહોળી સંખ્યામાં કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટી તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આવનારા સમયમા બધા વોર્ડના ઉમેદવારના ઉમેદવારી પત્રો રજૂ કરવામા આવશે આ સમયે સ્ટેટ લીગલ સેલ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર, જીલ્લા પ્રભારી પંકજ ભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ , મોરબી જિલ્લા ટીમ તેમજ હળવદ પ્રભારી કમલેશ ભાઈ શહેર પ્રમુખ વિપુલ રબારી, તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી તેમજ હળવદના કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

