Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedમોરબીના ગાયત્રી મંદિરે વસંત પંચમીએ સમૂહ યજ્ઞોપવિત તથા મહાયજ્ઞનું આયોજન

મોરબીના ગાયત્રી મંદિરે વસંત પંચમીએ સમૂહ યજ્ઞોપવિત તથા મહાયજ્ઞનું આયોજન

મોરબી : મોરબીના વાઘપરા શેરી નંબર 14માં આવેલા ગાયત્રી મંદિરે આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારે વસંત પંચમીના પાવન દિવસે સમૂહ યજ્ઞોપવિત તેમજ 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

2 ફેબ્રુઆરીએ ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા 12 બટુકોને સમૂહ યજ્ઞોપવિત ધારણ કરવા તેમજ 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું તેમજ બપોરે 3 કલાકે આનંદના ગરબાનું આયોજન કરાયું છે. સાંજે 5-30 કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જગદીશભાઈ ઓઝા (એડવોકેટ), મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઈ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments