Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામ નિયમો બાબતે બિલ્ડર એસોસિએશનની રજૂઆત

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામ નિયમો બાબતે બિલ્ડર એસોસિએશનની રજૂઆત

મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશન દ્વારા આજે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસપિલ કમિશનર સ્વપ્નિલ ખરેની શુભેચ્છાઓ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન પ્રમુખ સંતોષભાઈ શેરસિયા, ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા, હિતેશભાઇ રંગપરીયા, જગદીશભાઈ એરવાડીયા, મહામંત્રી પુષ્પરાજસિંહ જાડેજા, જોઈન્ટ સેક્રેટરી કેતનભાઈ લોરીયા, શામજીભાઈ રંગપરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ મોરબી મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશન દ્વારા મહાનગર પાલિકા મ્યુનિસિપલ કમિશ્નરને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામ નિયમો બાબતે રજૂઆત કરી હતી. તેમા જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ગામતળ વિસ્તારમાં 2.0 તેમજ ગામતળ સિવાયના વિસ્તારમાં 1.8 એફ.એસ.આઇ. ગુજરાત સરકારશ્રીના CGDCR મુજબ હાલ મળે છે તેમાં વધારો કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને વેગ મળી રહે, ગુજરાત સરકારશ્રીના CGDCR મુજબ મોરબી હાલ D4 કેટેગરીમાં આવે છે તેમાં ફેરફાર કરીને D2 કેટેગરીમાં સમાવવામાં આવે જેથી કરીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ અમદાવાદ સુરત જેવા શહેરોની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગોનું નિર્માણ થઈ શકે.

વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો નવો ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ઝડપથી બનાવવામાં આવે જેના પરથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો ટાઉન પ્લાન (ટીપી) બની શકે જેથી કરીને મોરબીના નગરજનોને મહાનગરપાલિકા ની પાયાની સુવિધાઓનો લાભ મળી રહે, મોરબી મહાનગરપાલિકામાં કાયમી ટાઉનપ્લાનિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેથી કરીને બાંધકામ ઉદ્યોગ ને લગતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થઈ શકે, જુના મોરબી શહેરમાં આવેલ દુકાનો કે જેમનું ક્ષેત્રફળ 25 ચોરસ મીટર કરતા ઓછું હોય આવી દુકાનો નું બાંધકામ નિયમો મુજબ નવીનીકરણ શક્ય ન હોય આવા કિસ્સામાં માર્જિન ની જગ્યા છોડયા વગર G+1 સુધીનું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી કરીને જૂના શહેરનું નવીનીકરણ થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments