વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ ઉ.26 નામનો આરોપી હાલમાં રાજસ્થાન પોતાના ઘેર આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે છાપો મારી આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ રહે.નહેરો કી નાડી, ચૌહાટન, જિલ્લો, બાડમેર રાજસ્થાન ખાતેથી ઝડપી લઈ વાકાનેર તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો હતો.
