વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી દિપકભાઈ નરેન્દ્રદાસ નીસાદ, સરમનભાઈ નરેન્દ્રદાસ નિસાદ, બલવાનભાઈ ઉદલસિંગ નીસાદ અને શાંતીબેન ભીમજીભાઈ રાઠોડને રોકડા રૂપિયા 5230 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.