મોરબી : મોરબીના તત્કાલીન કલેકટર પંકજ જોશીની રાજ્યના મુખ્ય સચિવ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જે બદલ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું કે તેઓ મોરબી જિલ્લા કલેક્ટર હતા ત્યારે તેઓની કાર્યશૈલી અમને યાદ છે. આશા છે કે ગુજરાત રાજ્યને હવે તેઓના જ્ઞાન અને આગવી સૂઝનો લાભ મળશે.
