મોરબી : આજે તા. 2-2-2025ને રવિવારના રોજ રાત્રે 8 કલાકે સિદ્ધિવિનાયક પેલેસ, સરદાર નગર 2 સોસાયટી, રાધે ક્રિષ્ના વિદ્યાલય સામે, પટેલ કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રતિલાલ પ્રાગજીભાઈ દેત્રોજા તથા હિરેનભાઈ અને કિશનભાઈ દેત્રોજા (માણેકવાડા) દ્વારા તોરણીયાના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો મિલન કાકડીયા, ભુટાભાઈ ભરવાડ, સાગરભાઈ ભરવાડ તેમજ કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડીયો) સહિતના કલાકારો રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરશે. શ્રી રતિ લાલભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા અને તેમના પરિવાર દ્વારા મોરબીની જાહેર જનતાને આ પ્રખ્યાત રામા મંડળ નિહાળવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
