મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી અને વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલોસે અલગ અલગ બે દરોડામાં બે શખ્સને 50 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ સપ્લાયરનું નામ ખોલાવી ત્રણ શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા આરોપી મહેશ ધનજીભાઈ મકવાણાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂ.26,976નો જથ્થો કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો ઋષિરાજસિંહ જાડેજા રહે.મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં રોહિદાસપરા મેઈન રોડ ઉપર રહેતા કિશોરભાઈ મુળજીભાઈ સારેસાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1124 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.