મોરબીમાટે ગૌરવ લેવા જેવી બાબત છે કે પ્રયાગ રાજ કુંભ મેળા માં મૌની અમાવસ્યા ના સ્નાન માટે ગયેલ મોરબી ના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ , માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલ સિદ્ધએશ્વર મહાદેવ મંદિર ના મહંત પ્રવિણગિરી મહારાજ અને શોભેસ્વર મંદિર ના હીરા ગિરી બાપુ એ ત્યાં જઈ ને થાનાપતી શ્રી જુનાગઢ પંચ દશનામ જુના અખાડા ના ગુરુ મહારાજ શ્રી બુધગીરી જી મહારાજ દ્વારા નાગા સન્યાસી ની સંસ્કાર વિધિ કરી ને સન્યાસ ધારણ કરી લીધેલ છે અને તેમની સાથે ગયેલ બધા આવતી કાલે સવારે પાછા આવતા હોવાથી તેમના સામૈયા વાજતે ગાજતે આવતી કાલે 4 તારીખ ને મંગળ વાર ને સવારે 9 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ માંથી કરવાના હોવાથી બધા ને હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે
આ સાથે તેઓની સાથે મોરબી થી ગયેલ રીટાબેન, જયશ્રીબેન વાઘેલા , સુધાબેન વડગામા , સુનિતાબેન પટેલ , ગીતાબેન સોલંકી , લતાબેન પંડ્યા , મંજુબેન , અરુણાબેન, હકુબેન , દુષ્યંતભાઈ તેમની સાથે આ બધી જ વિધિ માં પ્રયાગ રાજ કુંભ માં હાજર હતા
