વાંકાનેર : વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. વાંકાનેર સિટી પોલીસે આ ગુનાના કામે એક આરોપીને દબોચી લઈ તેની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હકીકત મળી હતી કે, વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર શખ્સ વાંકાનેરના અમરસર ફાટક પાસે છે. જેથી ત્યાં તપાસ કરતાં આરોપી શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઈ શેખ (રહે, નાગોરીવાસ મસ્જિદની સામે, ગામ- ચંદ્રોડા, તા. બેચરાજી, જિ. મહેસાણા) મળી આવ્યો હતો. તેની ઝડપી તેની પાસેથી 2 મોબાઈલ, તથા 10,200 રોકડા રૂપિયા કબજે કર્યા હતા. ઝડપાયેલ આરોપી શાહરૂખ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની પણ વિગતો મળી છે. સાથે જ આ ગુનાનો વધુ એક આરોપી વસીમ ઉર્ફે લધો સલીમભાઈ પઠાણને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
