મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ- મોરબી દ્વારા આગામી તારીખ 10 ફેબ્રુઆરી ને સોમવારના રોજ મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલા જ્ઞાતિની વાડી ખાતે 10 ફેબ્રુઆરીએ સવારે 7-45 કલાકે મોઢેશ્વરી માતાજીનું પૂજન થશે.નવચંડી યજ્ઞના આચાર્ય પદે પ્રખર વિદ્યાન શાસ્ત્રીજી આશિષભાઈ મહેતા નિઃશુલ્ક સેવા આપશે. બપોરે 12 કલાકે બીડું હોમવામાં આવશે. 11-30 કલાકે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું છે. જે લોકો યજ્ઞકાર્યમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા હોય તેમણે 5 ફેબ્રુઆરી સુધીમાં જ્ઞાતિ કાર્યાલય સમય દરમિયાન નામ નોંધાવી દેવા જણાવાયું છે. તો આ પ્રસંગે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.
