મોરબી : મોરબીમાં ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે.ઠેરઠેર ગટર ઉભરાય છે. અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ ગટરો ઉભરાતી હતી. પણ હવે મનપા બનવા છતાં આ ગટરની સમસ્યાનો અંત આવ્યો નથી. જેમાં વધુ એક વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું.લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ મોરબીની વજેપર વિસ્તારમાં આવેલી શેરી નંબર 17માં ગટર ઉભરાય રહી છે. આ શેરીમાં ગટરના પાણી નદીના પાણીની જેમ વહે છે અને હવે 10 દિવસથી ઉભરાતી ગટરના પાણી ઘરમાં ઘુસી ગયા છે અને ગટરના પાણી ઘરમાં ઘુસી જવાથી રોગચાળાનું જોખમ ઉભું થયું છે. ગટરના પાણી શેરીમાં ફરી વળતા લોકોનું જીવન દુષ્કર બની ગયું છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોના કહેવા મુજબ તેમના વિસ્તારની ગટરની સમસ્યા હક કરવા મહાપાલિકામાં રજુઆત કરી હતી. પણ કોઈ ધ્યાન આપતું નથી. તેથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આથી આ ગટર સમસ્યા હલ કરવા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી છે.
