મોરબી : પૂર્વ મંત્રી એવા મોરબીના બ્રિજેશભાઈ મેરજાને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. તા.18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાનાર છે. ત્યારે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદેશ સમિતિમાં વરિષ્ઠ અગ્રણી તરીકે કાર્યરત છે. જેમને સ્ટાર પ્રચારકની પણ જવાબદારી સોંપવામાં આવી છે. જેથી હવે બ્રિજેશ મેરજા અનેક વિસ્તારોમાં જઈ પ્રચારની ધૂરા સંભાળશે.
